Does anyone have the lyrics of "Mevadwala Shreeji...Tari jatra amne tedavjo...Mane lagi taro dhoon"
Please if someone can share this
Jai Shree Krishna
મને લાગી તારી ધુન
ઓ મેવાડવાળા શ્રીજી, મને એક વાર જાત્રાએ તેડો.
મને લાગી તારી ધુન …
જેવા ગુલાબ કેરા ગોટા, એવા શ્રીજી બાવા મોટા.
જેવી મોગરાના ફૂલની માળા, એવા શ્રીજી બાવા રૂપાળા.
તારું મનોહર મુખડું મીઠું, તારે માથે છે મોરનું પીછું.
જેવા ઉનાળાનાં તડકા, એવા શ્રીજી બાવાનાં પરચા.
જેવી શીયાળાની થંડી, એવી વૈષ્ણવ જનની કંઠી.
જેવો ચોમાસાનો વરસાદ, એવો છપ્પન ભોગનો પ્રસાદ.
તારા મંદિર પાછળ કૂવો, તમે એક વાર મારી સામુ જુઓ.
તારા મંદિર પાછળ વાડી, તમે સૌની કરો રખવાલી.
તારા મંદિર ઉ૫ર ધજા, તારી જાત્રામાં આવે મજા.
તારા ચરણ-કમળમાં છે મોર, મને દર્શન દેજો રોજે રોજ.
મારા શ્રીજી બાવા છે રસિયા, મારા હૃદય-કમળમાં વિસયા.
તમે ________ મંડળનાં સ્વામી, પ્રભુ તમે છો અંતરયામી.