|| વાર્તા ૧ – દામોદરરાયદાસ હરસાની ||
વાર્તાપ્રસંગ ૨ : અને શ્રીઆચાર્યજીએ શ્રીઠાકુરજીની પાસે ત્રણવાર એ માગ્યું, જે મારી આગળ દામોદરદાસની દેહ ન છૂટે, તેનો હેતુ એ છે જે શ્રીઆચાર્યજી મહાપ્રભુ આપે સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર મનમાં કર્યો તે સમયે શ્રીગોપીનાથજી તથા શ્રીગુસાંઇજી બેઉ ભાઇ બાળક હતા. તેથી માર્ગની વાર્તા શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસને સમજાવીએને તેમના હદયમાં સ્થાપી હતી. દામોદરદાસથી કંઇ ગોપ્ય રાખ્યું ન હતું.
અને શ્રીઆચાર્યજી શ્રીભાગવત અહર્નિસ અવલોકતા કથા કહેતા અને દામોદરદાસ સાંભળતા અને માર્ગનો બધો સિદ્ધાંત અને ભગવલ્લીલા રહસ્ય શ્રીઆચાર્યજીએ દામોદરદાસના હદય વિશે સ્થાપ્યું હતું.
દામોદરદાસના હદય વિશે માર્ગ સ્થાપી કેટલાક દિવસ પછી શ્રીઆચાર્યજીએ આપે સંન્યાસ ગ્રહણ કર્યો. ત્યાર પછી કેટલાક દિવસ બાદ શ્રીગુસાંઇજીએ શ્રીઅક્કાજીને પૂછયું જે, આચાર્યજીએ માર્ગ પ્રકટ કર્યો છે, તો ઉત્સવનો શો પ્રકાર છે ? અમે તો કંઇ જાણતા નથી ત્યારે અક્કાજીએ કહ્યું, જે માર્ગ તથા ઉત્સવનો બધો પ્રકાર દામોદરદાસને કહ્યો છે, એમને તમે પૂછો તમને દામોદરદાસ બધું કહેશે.
એટલે શ્રીગુસાંઇજી દામોદરદાસના ઘરે પધાર્યા. દામોદરદાસે આપનું બહુ સન્માન કરી ભક્તિભાવથી ઘરમાં પધરાવ્યા ત્યાર પછી શ્રીગુસાંઇજીએ ઉત્સવનો પ્રકાર પૂછ્યો, તે તે બધો દામોદરદાસે કહ્યો.
ભાવપ્રકાશ: આમાં સંદેહ ઘણો છે જે શ્રીઆચાર્યજી કર્તુમ્ અકર્તુમ્ અન્યથા કર્તુમ્ સર્વ સામથ્ર્યયુક્ત છે. તો શ્રીઠાકુરજી પાસે કેમ માંગ્યું ? તેનો અભિપ્રાય આ છે. જે દામોદરદાસને પ્રેમલક્ષણા ભક્તિ દ્ઢ થઇ ચૂકી છે. અને તેઓ લલિતાજીનું સ્વરુપ છે અને શ્રીઠાકુરજીને પરમ મિત્ર છે. લલિતાજી મધ્યા છે તેથી બંને સ્વરુપોની સેવામાં મગ્ન છે. એમને શ્રીઆચાર્યજીનાં દર્શન અને શ્રીઠાકુરજીના દર્શન બંનેમાં ભાવ છે તેથી શ્રીઆચાર્યજીઅએ શ્રીઠાકુરજીને કહ્યું જે-હું દામોદરદાસનો જેમ નિત્ય અનુભવ કરાવું છું તેમ આપ પણ નિત્ય આપના સ્વરુપનો અનુભવ કરાવજો.
આમ કહીને અએ સૂચવ્યું જે દામોદરદાસ ઉપર શ્રીઆચાર્યજીની અત્યંત પ્રીતિ છે. કદાચ એમ ન થાય ને મારી પાછળ દામોદરદાસ કોઇ વાતથી દુ:ખ પામે, તેથી શ્રીઠાકુરજીને કહ્યું.
અને માર્ગ દામોદરદાસના હદયમાં સ્થાપન કર્યો, તે શ્રીગુસાંઇજીને માટે. તેનું તાત્પર્ય એ છે જે યધપિ શ્રીગુસાંઇજી ઇશ્વર છે, બાલક છે તો શું થયું ? પરંતુ આચાર્યજી મહાપ્રભુજીએ પોતાનો ભક્તિમાર્ગ તો દામોદરદસના હદયમાં સ્થાપન કરેલો હતો. આપશ્રીમુખથી કહેતા, ‘આ માર્ગ દમલા તારા માટે પ્રકટ કર્યો છે.’ તેથી વૈષ્ણવના હદયમાં સ્થાપન કરે તો આગળ વૈષ્ણવોમાં ફેલાય. જો શ્રીગુસાંઇના હદયમાં પ્રથમ ધર્મ રહે તો ગોકુલમાં જ ધર્મ રહેતો.ગોકુલમાં તો પહેલાથી જ શેષ-અશેષ માહાત્મયને ધારણ કરાવ્યું છે. (સ્થાપ્યું જ છે) કેમ કે વલ્લભકુલ એ બિન્દુ સૃષ્ટિ છે. વૈષ્ણવો તો નાદ સૃષ્ટિ છે તેથી એને તો ભક્તિ દીધાથી થાય. તેથી ગોપાલદાસે ગાયું છે ‘ભક્તિમાર્ગીય જીવ સ્વતંતર કેવળ ભક્ત ન થાય.’ તેથી ભક્તિમાર્ગીય જીવ સ્વતંત્ર છે. દૈવી છે. શ્રીઆચાર્યજી ’નવરત્ન’ માં કહે છે જે ‘નિવેદન’ તું સ્મર્તવ્યં સર્વથા તાદ્શર્જનૈ: આ પ્રકારે ભક્તોના હદયમાં સંપ્રદાય રાખ્યો તેથી ભક્તિમાર્ગ પ્રકટ થયો, નહીં તો ઇશ્વરમાર્ગ કહેવાત. ભક્તિમાર્ગમાં ઇશ્વરમાર્ગ પણ કહેવાય. જ્યાં ભક્તિ ત્યાં ભગવાન. જ્યાં ભક્તિ નહીં ત્યાં ભક્તિમાર્ગની રીતિથી ભગવાન ન રહે. અંતર્યામી થઇ રહે તેથી ભક્તોનો ઉત્કર્ષ જેમાં હોય તે ભક્તિમાર્ગ કહેવાય.
વાર્તાપ્રસંગ ૩ : ફરી એક સમયે દામોદરદાસ અને આપ શ્રીગુસાંઇજી એકાંતમાં બેઠા હતા ત્યારે શ્રીગુસાંઇજીએ દામોદરદાસને પૂછ્યું જે તમે શ્રીઆચાર્યજીને શું કરીને જાણો છો ? ત્યારે દામોદરદાસે કહ્યું જે અમે તો શ્રીઆચાર્યજી મહાપ્રભુજીને જગદીશ જે જગતમાં સર્વથી મોટા ઠાકુરજી કહેવાય છે તેમનાથી પણ અધિક કરી જાણીએ છીએ. ત્યારે શ્રીગુસાંઇજીએ દામોદરદાસને કહ્યું જે તમે એમ કેમ કહો છો જે શ્રીઠાકુરજીથી મોટા છે ? ત્યારે દામોદરદાસે શ્રીગુસાંઇજીને કહ્યું, જે મહારાજ ! દાન મોટું કે દાતા મોટા ? કોઇની પાસે ધન બહુ છે તો શું કરે ? દે તેનું જાણીએ અને શ્રીઆચાર્યજી મહાપ્રભુનું સર્વસ્વ ધન જે શ્રીનાથજી છે તેનું અમારા જેવા જીવોને આપે દાન કર્યુ છે, તેથી અમે શ્રીઆચાર્યજી સર્વથી મોટા જણીએ છીએ.
વાર્તાપ્રસંગ ૪ : ફરી એક સમય શ્રીગુસાંઇજી બેઠકમાં બિરાજતા હતા. બે ચાર વૈષ્ણવો કુંભનદાસ, ગોવિંદદાસ આદિ એકાંતે હસવા ખેલવાને માટે પાસે બેઠા હતા. તે સમયે દામોદરદાસ ત્યાં આવ્યા. ત્યારે શ્રીગુસાંઇજીએ બહુ આદર સન્માન કર્યુ. પછી દામોદરદાસ ત્યાં આવીને દંડ્વત કરીને બેઠા ત્યારે શ્રીગુસાંઇજીને દામોદરદાસે કહ્યું, જે મહારાજ ! આપણો માર્ગ નિશ્વિતતાનો નથી. આ માર્ગ તો અત્યંત કષ્ટ આતુરતાનો છે. દુ:ખનો છે. ત્યારે શ્રીગુસાંઇજી કહે, જે તમે ધન્ય છો સાચી વાત કહો છો. પરંતુ અમને જ્યારે શ્રીઆચાર્યજીની કૃપા થશે ત્યારે કષ્ટ આતુરતા થશે. આ માર્ગ શ્રી આચાર્યજીના અનુગ્રહ વિના કુલરુપ ન બને.
ત્યારે દામોદરદાસે દંડવત કર્યા અને કહ્યું જે અમારી રાજથી એકવાર વિનંતી કરી હતી તે કરી. પછી તો આપ પ્રભુ છો યોગ્ય હશે તેમ કરશો, પરંતુ આ માર્ગ તો આ પ્રકારનો છે. ત્યારે શ્રીગુસાંઇજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું, જે અમને વાત શ્રી આચાર્યજી મહાપ્રભુએ તમારા દ્ધારા કહી. જો તમે ન કહેશો તો બીજો કોણ કહેશે ? તમને જોઇએ છીએ ત્યારે ચિત અતિ પ્રસન્ન થાય છે તેથી સુખેથી કહો. આપના જેવા શ્રીઆચાર્યજીના સેવક યોગ્ય જ કહેતા હોય. આમ કહી દામોદરદાસની શિક્ષા અંગીકાર કરી તેથી મોટા તે મોટા.
ભાવપ્રકાશ : આ લોકરીતિથી વિરુદ્ધ છે, જે સેવક સ્વામીને શિખામણ આપે. આ સંદેહ થાય ત્યાં કહે છે, દામોદરદાસ લલિતારુપ છે અને શ્રી ચંદ્ધાવલીજીને (શ્રીગુસાંઇજીને) પરકીયા રસભાવ છે. પરકીયા રસમાં પ્રીતિ ઘણી છે. અષ્ટપ્રહર ચિત પ્યારાથી લાગ્યું રહે છે. તે જારભાવનો પ્રકાર દેખાડ્યો જે બીજાની સંગે હાંસી કેવી ?
તથા દામોદરદાસની દેહ માત્ર દેખાય છે પરંતુ શ્રીઆચાર્યજીનો આવેશ અષ્ટપ્રહાર રહે છે. તેમના મુખથી શ્રીઆચાર્યજી બોલે છે. તેથી ગુસાંઇજીએ કહ્યું જે અમને આ વાતો શ્રીઆચાર્યજી મહાપ્રભુજી તમારી દ્ધારા કહે છે.
Shri Vallabhadhish ki Jai !!
Anand A. Majethia
President