Author
|
Topic
|
|
admin
President - Pushtikul.com
422 Posts
|
|
Posted - 01 April 2014 : 23:35:34
॥ વાર્તા ૧ – દામોદરરાયદાસ હરસાની ॥
હવે પ્રથમ સેવક તે શ્રીઆચાર્યજીના મહાપ્રભુજીના દામોદરદાસ, જેમને શ્રી આચાર્યજી ‘દમલા’ કહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ : શ્રીઆચાર્યજી મહાપ્રભુજી દામોદારદાસને ‘દમલા’ કહેતા તે એથી જે દમલા તે અમલા, મલ કરીને રહિત. ત્યાં આ સંદેહ થાય. જે સાધારણ વૈષ્ણવમાં મલ નથી તો દામોદારદાસના દર્શનથી એમનું નામ લેવાથી પાપ જાય તો એમનું નામ દમલા તે અમલા કહ્યું તેનું પ્રયોજન શું ? આ સંદેહ હોય ત્યાં કહે છે. જે આ ભક્તિ માર્ગમાં શ્રીઠાકુરજીમાં પ્રીતી હોઇ ત્યાં સુધી ‘અમલ’ (મલ રહિત) છે. જ્યારે શ્રીઠાકુરજી અધિક શ્રીઆચાર્યજીમાં પ્રીતિ હોય ત્યારે તેને અમલા કહીએ દામોદરદાસજીનો એક દ્ઢ ભાવ શ્રીઆચાર્યજીમાં છે, કેમ ? જો (એક સમય) દામોદરદાસજીની ગોદીમાં શ્રીમસ્તક ધરીને શ્રી આચાર્યજી પોઢાયા હતા. તે (સમયે) શ્રીગોવર્ધનધર સાક્ષાત્ પધાર્યા ત્યારે દામોદરદાસે રોકયા (જે) નિકટ ન પધારો. શ્રીમહાપ્રભુજી જાગી જાશે. એવો દ્ઢભાવ છે જે ઉઠીને શ્રી ઠાકુરજીને દંડવત પણ ન કર્યા.
વળી શ્રીગુંસાઇજી પુછે, જે ઠાકુરજીથી મોટા કેમ કહ્યા ? ત્યારે દામોદરદાસે કહ્યું, જે દાન મોટું કે દાતા મોટો ? દાતા જ્યાં ઇચ્છે ત્યાં દાન જાય, જ્યાં ઇચ્છે ત્યાં દાનને રાખે, આ ભાવ દ્ઢ છે તેથી શ્રી આચાર્યજી દમલા કહેતા જે કોઇ પ્રકારથી અન્ય સંબંધ્ની ગંધ પણ નથી, તેથી ‘અમલા’ છે.
અને એમનું નામ દામોદરદાસ એથી છે. જે પુરુષોતમ સહસ્ત્રનામમાં શ્રીઆચર્યજી કહે છે. ‘ દામોદરો ભક્ત વશ્યો.’ અને શ્રી સુબોધિનીજીમાં વિસ્તાર કરીને આપ લખે છે, જે પુરુસોતમ સાક્ષાત ભક્તોને વશ દેખાડયાં તે પોતાનું બંધન છોદી ન શક્યા અને જસોદાજીનું અનેવ્રજ ભક્તોનું સ્વરુપ દેખાડ્યું. જશોદાજી એટલા ભક્ત છે, જે શ્રીઠાકુરજીને બાંધ્યા તે ભક્તોની સંમતિ જોઇ બંધાયા, જે દોરડું વ્રજભક્તો લાવ્યા છે, તેનાથી બંધાયા પરંતુ જશોદાજીનું બંધનવ છોડાવવાનું સામથ્ર્ય નથી તેથી યમાલાર્જન વૃક્ષ પડયાં ત્યારે કોલાહલ થયો ત્યારે વ્રજભક્તોએ દાંમ (દોરડું) છોડ્યાં છે. તેથી શ્રીઠાકુરજીથી જશોદાજી મોટા અને શ્રીદામોદરજીથી વ્રજ ભક્તો મોટા તે ભક્ત વત્સલતા પ્રક્ટ કરી.
તે જ પ્રકારે દામોદરદાસથી નામથી દામોદારદાસથી નામથી દામોદર, જે અનન્ય ભક્ત છે તેમના વશ શ્રી આચાર્યજી છે. તેહથી કહેતા દમલા આ માર્ગ તારા માટે પ્રકટ કર્યો છે. તેમાં એ આવ્યું જે બીજ ભક્તો ઘણા છે. પરંતુ તારે હું વશ છું, એમ જ્ણાવ્યું.
અને દામોદરદાસનું અલૌકિક સ્વરુપ છે, તે લલિતાજીનું પ્રાગટય છે. ત્યાં સઘળી રહસ્ય લીલામાં શ્રી સ્વામીજીની આજ્ઞાકારી જેમ લલિતાજી છે તેજ પ્રકારે અહીં શ્રીઆચાર્યજીની આજ્ઞાકારિણી લલિતરુપ દામોદરદાસજી છે. જે જન્મથી જ બાલબ્રહ્મચારી અને સખીરુપ હોઇ ગૃહસ્થાશ્રમને જાણતા નથી. તે લલિતાજીનો ભાવ આ કીર્તનમાં જણવો
આનો ભાવ એ છે, જે બંને સ્વ્રુપ રત્નજડિત શય્યાપર બિરાજે છે. ત્યાં લલિતાજી કનક કટોરામાં દૂધ ઓટિને મિશ્રીપધરાવી લઇ આવ્યાં. ત્યારે લલિતાજીએ વિચાર કર્યો જે બંને સ્વરુપ બિરાજે છે. તેથી પહેલાં હું શ્રીસ્વામીજીના હાથમાં દઇશ તો શ્રી ઠાકોરજીને પાન કરાવીને (પછી) પોતે પાન કરશે. તો મનોરથ સિદ્ધ થશે નહીં, અને શ્રી ઠાકુરજીના હાથમાં દઇશ તો પહેલાં પાન શ્રીસ્વામિનીજી કરશે. તેથી દૂધનો કટોરો શ્રી ઠાકુરજીના હાથમાં દીધો. (‘લાડિલી અચવાય પહેલે પાછેં આપ અઘાત.’) કેમકે એમના હાથથી એ આરોગે (અને) તેમના હાથથી ચિંતામણીરુપ શ્રીઠાકુરજી શ્રીસ્વામિનીજીના હદયમાં છે તે આરોગે તેથી શ્રીસ્વામિનીજીના પાન કરવાથી શ્રીઠાકુરજી તૃપ્ત થાય છે. આ પ્રકારે લલિતાજીની પ્રીતિ ચાતુર્ય જોઇને શ્રીઠાકુરજી હસ્યા. એ નવલ છબિ દૂધપાન કરવાના સમયની શોભા ઉપર હું-શ્રીહરિરાયજી-બલિહારી જાઉં છું.
આ પ્રકારનો ભાવ દામોદરદાસનો શ્રીઆચાર્યજી મહાપ્રભુજીમાં છે. તેથી અલગ શ્રીઠાકુરજીની સેવા નહિ પધરાવી. (કેમકે) શ્રીઆચાર્યજી મહાપ્રભુજી ઠાકુર છે. પોતે (‘દામોદરદાસજી માનસી સા પરા મતા’) માનસી સેવાના અધિકારી છે, લીલા રસમાં મગન રહે છે.
વાર્તાપ્રસંગ ૧ : પછી એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આપે વ્રજ્માં ચરણ ધર્યા ત્યારે દામોદરદાસ સાથે હતા. શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આપ દામોદરદાસને ‘દમલા’ કહેતા અને કહેવો જે-‘દમલા આ માર્ગ તારા માટે પ્રકટ કર્યો છે.’
શ્રી ગોકુલમાં ચોંતરો એક ગોવિંદઘાટ ઉપર હતો. તે જગ્યાએ છોકર (સમીવૃક્ષ) ના નીચેથી આચાર્યજી આપ વિશ્રામ કર્તા. તેની પાસે શ્રીદ્ધારકાનાથજીનું મંદિર છે. ત્યાં શ્રીઆચાર્યજીને ચિંતા ઉપજી જે-શ્રીઠકોરજીએ આજ્ઞા આપી છે કે, જીવોને (તમે) બ્રહ્મ(નો) સંબંધ કરાવો. તેથી શ્રીઆચાર્યજીએ વિચાર્યુ, કે જીવ તો દોષ સહિત છે, અને શ્રીપૂર્ણ-પુરુશોતમ તો ગુણનિધાન છે. એ સંબંધ કેમ થાય ? તેથી ચિંતા ઉપજી તે તેથી અત્યંત આતુર થયા.
તે સમયે શ્રીઠાકુરજીએ તત્કાલ પ્રકટ થઇને શ્રીઆચાર્યજીને પૂછ્યું. જે તમે ચિંતાતુર કેમ છો ? ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુ આપ-કહે, જે જીવનું સ્વરુપ તો આપ તમો જાણો જ છો (કે) તે દોશવંત છે. (તેથી) આપની સાથે જીવોનો સંબંધ કેવી રીતે થાય ? ત્યારે શ્રીઠાકુરજી કહે, જે-તમે જે જીવને ‘નામ’ (અષ્ટાક્ષર-પંચાક્ષર મંત્ર ) આપશો તેના સકલ દોષ નિવૃત થશે જેથી તમે જીવોનો અંગીકાર કરો.
ભાવપ્રકાશ: જીવોને ઉદ્ધારવાની ચિંતા થઇ તેનું કારણ એ. જે પ્રીતમને ઉતમ વસ્તુ અંગીકાર કરાવીએ ? મધ્યમ વસ્તુ દોષ સહિત જે જીવ તેનો કેવી રીતે અંગીકાર કરાવીએ ? માર્ગમાં આ રીતિ છે.
વળી જગતમાં મહાત્મી જીવ છે. જો આપ બ્રહ્મસંબંધ કરાવે તો લોકમાં જીવને દ્ઢ વિશ્વાસ કોઇ એકને થાય. તેથી ઠાકુરજીના શ્રી મુખથી બ્રહ્મસંબંધની આજ્ઞા કરાવી તે વડે જીવોને દ્ઢ વિશ્વાસ કરાવ્યો જે શ્રીઠાકુરજીએ વચન આપ્યું છે કે જેને બ્રહ્મસંબંધ થશે તેને આપ નહીં છોડો આ મહાત્મ્યથી જીવ બ્રહ્મસંબંધ કરશે તેથી શ્રી ઠાકુરજી દ્ધારા કહેવડાવ્યું.
એ વાર્તા શ્રાવણ સુદી એકાદશીના દિવસે મધ્યરાત્રિએ થઇ. પ્રાત:કાલ પવિત્રા દ્ધાદશી હતી તેથી પવિત્ર સૂતરનું સિદ્ધ કરી રાખ્યું હતું. તે ધરાવ્યું. તે સમયના અક્ષર છે, તેનો શ્રીઆચાર્યજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો છે.
તે દામોદરદાસ થોડે દૂર સૂતા હતા, તેથી દામોદરદાસને શ્રી આચર્યજીએ પૂછયું જે દમલા ! તેં કંઇ સાંભળ્યું ? ત્યારે દામોદરદાસે કહ્યું જે-મહારાજ ! મેં શ્રીઠાકુરજીનાં વચન સાંભળ્યાં તો ખરાં પણ સમજયો નહીં.
ત્યારે શ્રી આચાર્યજી આપ કહે જે મને શ્રીઠાકુરજીએ આજ્ઞા કરી છે જે તમે જીવોને બ્રહ્મસંબંધ કરાવો તેનો હું અંગીકાર કરીશ. અને જેને તમે નામ દેશો તેના સકલ દોષ નિવૃત થશે. તેથી બ્રહ્મસંબંધ અવશ્ય કરવું.
|
admin
President - Pushtikul.com
422 Posts
|
|
Posted - 01 April 2014 : 23:51:20
ભાવપ્રકાશ : દામોદરદાસે કહ્યું, જે મેં શ્રીઠાકુરજીનાં વચન સાંભળ્યાં પણ સમજયો નહીં તેનુ કારણ એ સૂચવ્યું, જે-એકાદશ અધ્યાયમાં ભગવદગીતામાં શ્રીઠાકુરજીનાં વચન છે જે આપ મેળ સમજવા ઇચ્છે તો (યથાર્થ) ન સમજાય, જ્યારે ગુરુકૃપા કરે ત્યારેસમજી શકાય. તેથી શ્રી ઠાકુરજીના કહેવાથી દામોદરદાસ સમજે ત્યારે (તો) શ્રીઠાકુર્જીના સેવક થયા (કહેવાય) અને દમોદરદાસ તો શ્રીઆચાર્યજી સમજાવે ત્યારે જ સમજે. એમ કહીને એમ સૂચવ્યું જે હ્દયમાં દ્ઢજ્ઞાન ગુરુની કૃપાથી જ થાય. (એમાં) સ્વામી સેવકભાવ પ્રકટ બતાવ્યો. જે દામોદરદાસ સમજે તો શ્રીઆચાર્યજી બરાબરીનું જ્ઞાન દામોદરદાસમાં છે એમ કહેવાય. તેથી કહે હું સમજયો નહીં. અથવા કહે, મારે તે સમજવાનું શું પ્રયોજન છે ? મારે તો આપ કહો તેટલું જ સમજવાનું પ્રયોજન છે.
અને કથા કહેતામાં શ્રીઆચાર્યજી દામોદરદાસને કહેતા જે-દમલા ! બહુ વાર થઇ છે, શ્રીઠાકુરજીની વાર્તા નથી કરી.
ભાવપ્રકાશ : તેનું તાત્પર્ય એ છે કે શ્રીઠાકુરજીની વાર્તા આપ શ્રીસ્વામિની રુપે દામોદરદાસ લલિતા સખી રુપ સાથે, નથી કરી. લલિતાજી એકાંત રહસ્ય વાર્તા, શ્રીઠાકુરજી મળ્યાનો પ્રસંગ પ્રથમ જે પ્રકારે લીલા કરી, વગેરે વાર્તા કરવાને માટે બધાની આગળ એમ કહેતા ‘ જે શ્રીઠાકુરજીની વાર્તા નથી કરી.’
Shri Vallabhadhish ki Jai !!
Anand A. Majethia
President
|
|
|