admin
President - Pushtikul.com
422 Posts
|
|
Posted - 01 April 2014 : 23:26:48
શ્રી હરિ:
॥ ચોરાસી વૈષ્ણવની વાર્તા ॥
॥ શ્રી ક્રુષ્ણાય નમ:
॥ શ્રી ગોપીજન વલ્લભાય નમ: ॥
હવે ચોરસી વૈષણવોની વાર્તા શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી, તેનો ભાવ શ્રી હરિરાયજી કહે છે તે લખીએ છીએ –
ભાવપ્રકાશ: ચોરાસી વૈષ્ણવોનુ કારણ આ છે જે દૈવી જીવો ચોરાસી લાખ યોનિમાં પડયા છે તેમાંથી મુક્ત કરવાને માટે ચોરાસી વૈષ્ણવો કર્યા, તે જીવ ચોરાસી પ્રકારના છે. રાજસી, તામસી, સાત્વિક અને નિર્ગુણ, એ ચાર પ્રકારના જીવો ભૂતકાળમાં આવ્યા, તેમાંથી ગુણમય રાજસી, તામસી, સાત્વિક રહેવા દીધા તેમનો શ્રી ગુંસાઇજી ઉધ્હાર કરશે.
શ્રી આચાર્યજી વિના શ્રીગોવર્ધનધર (લીલામાં) રહી ન શક્યા, તેથી પોતાના અંતરંગી નિર્ગુણ પક્ષવાળા ચોરાસી વૈષ્ણવોને પ્રકટ કર્યા. (ભૂતલમાં) તે એક એક લક્ષ નિર્ગુણ ભક્તનો ઉધ્હાર (આ લીલાના) વૈષ્ણવો દ્વારા કર્યો. બીજું રસાયણશાસ્ત્રમાં રસાદિક વિહારનાં આસન ચોરાશી વર્ણન કર્યાં છે તે ભિન્ન ભિન્ન અંગમાં ભાવરુપ એ ચોરાશી વૈષ્ણવો રસલીલા સંબંધી નિર્ગુણ છે. શ્રી ઠાકુરજીના અંગરુપ છે, તેથી શાસ્ત્ર રીતિથી આસન ચોરાશી, આ ભાવથી અલૌકિક છે.
અને શ્રી આચાર્યજીનાં અંગ દ્વાદશ છે, તે સ્વરુપાત્મક છે. એક એક અંગમાં સાત સાત ધર્મ છે. ઐશ્વ્રર્ય, વીર્ય, યક્ષ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ધર્મ અને એકધર્મી સાતમો, આ પ્રકારે બાર સતાં ચોરાશી વૈષ્ણવ અને શ્રી આચાર્યજીના અંગરુપ અલૌકિક સર્વ સામર્થ્ય્રરુપ છે.
વળી સાક્ષાત પુર્ણપુરુષોત્તમની લીલા ચોરાશી કોસ વ્રજમાં છે. તે એક એક જીવનો અંગીકાર કરી, દૈવી જીવ જે ચોરાસી લાખ યોનિમાં પડયા છે. તેમનો ઉધ્હાર કરી, ચોરાશી કોશ વ્રજમાં જે જીવ (જે) લીલા સંબંધી છે તેનો ત્યાં પ્રાપ્ત કરાવવાનો અર્થ ચોરાશી વૈષ્ણવ અલૌકિક પ્રગટ કર્યા. આ ભાવથી ૮૪ વૈષ્ણવ શ્રી આચાર્યજીના છે.
aaઆ ભાવપ્રકાશનું રહસ્ય: શ્રી હરિરાયજીનો કહેલો આ ભાવપ્રકાશ નિગૂઢ છે તેથી અત્રે તેના રહસ્યનું ઉદ્દબોધન કરવું આવશ્યક છે. આ ભાવપ્રકાશમાં દૈવી જીવોનું સ્વરુપ અને તેના ઉદ્ધારની પ્રક્રિયાને કહેવામાં આવી છે. શ્રી વલ્લભાવતારનાં પુષ્ટિ દૈવી જીવોના મૂળ સ્વરુપની સંગતિનો સામ્પ્રદાયિક ઇતિહાસ આ પ્રકારે છે.
બ્રહદવામન પુરાણને અનુસાર પુષ્ટિ પુરુષોતમ ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ સારસ્વત કલ્પમાં મુખ્યત; શ્રુતિઓને અર્થે વ્રજમાં થયો હતો. પ્રભુએ આવિર્ભૂત થઇને વ્રજમાં અનેક લીલાઓ કરી તે પર્યંતના બધા જ પ્રયત્નો શ્રુતિરુપા આદિ ભકતોના ઉદ્ધારાર્થે જ હતા. યધપિ આપ ઇચ્છતા કે શ્રુતિઅઓ મારા મૂળ ધામની લીલામાં પ્રાપ્ત થાવ, તો કોઇપણ પ્રકારના પ્રયત્ન વિના જ, આવિર્ભુત થયા વિના પણ તેમ થતું જ તથાપિ આપ્ને ભૂતલ ઉપર પુષ્ટિમાર્ગને પ્રકટ કરવો હતો તેથી આપે ભૂતલ ઉપર પ્રકટ થઇને સ્વ સ્વરુપ વડે વિવિધલીલાઓ કરી શ્રી ગોપીજનોનો સમુદ્ધાર કર્યો. તે દ્ધારા એ સિદ્ધાંતને પણ પ્રકત કર્યો કે પુષ્ટિમાર્ગમાં જીવના ઉદ્ધાર અર્થે પ્રભુ પ્રયત્ન કરે છે. જયારે મર્યાદામાર્ગમાં જીવને સ્વયં પ્રયત્ન કરવો પડે છે. આમ મર્યાદામાર્ગથી પુષ્ટિમાર્ગની વિલક્ષણતા પણ પ્રગટ થઇ. તદુપરાંત આપે પોતાના પુષ્ટિમાર્ગની સર્વોત્કૃષ્ટતાને પણ સિદ્ધ કરી. જે ગોપી આદિ સ્ત્રી ભક્તોમાં આપે પોતાના સાક્ષાત સ્વરુપવાળા અનુગ્રહ માર્ગને સ્થાપિત કર્યો. તે ભક્તો શ્રી ઉદ્ધવજીના શબ્દોમાં કવેમા સ્ત્રીઓ વનચરીવ્યભિચારીદુષ્ટાં એ પ્રકારના હતા. અર્થાત કેવળ સાધન રહિત જ નહીં. કિન્તુ લોકવેદના ધર્મોથી વિપરીત ગતિવાળા પણ હતા, છતાં તેમના ઉપર પરમ અનુગ્રહ કરી તેમને પોતાના અપર સ્વરુપ એવા પ્રેમનું દાન કર્યુ, અને તેમને પુષ્ટિમાર્ગના ગુરુની કક્ષાએ સ્થાપ્યાં. તેથી જ બ્રહ્મા મહાદેવ અને ઉદ્ધવ આદિ પરમ ઉચ્ચ શ્રેણીનાં ભકતો પણ તેમનાં ચરણરજની સદાય આંકાક્ષા રાખે છે, એટલું જ નહીં કિન્તુ સ્વયં ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ તેમની ઇચ્છાને સદાય આધિન રહે છે. આ જ પુષ્ટિમાર્ગની સર્વોત્કૃષ્ટતા છે.
આ પુષ્ટિમાર્ગનો ભવિષ્યમાં પણ ભૂતલ ઉપર પુન:પ્રકાશ કરવો છે એમ વિચારીને ઉકત વ્રજ્સ્થ ભક્તોમાંથી કેટલાક ભકતોને આપે ભૂતલ પર રાખ્યા. એ વડે પુષ્તિસ્થ પ્રભુએ પોતાના કાર્યની ‘તકાગોચરતા’ ‘સર્વતમ સ્વતંત્રતા’ અને ‘વિરુદ્ધ ધર્માશ્રયત્વ’ ને પણ પ્રકટ કર્યુ. કેમ કે વૈદિક સિદ્ધાંતને અનુસાર ભગવાનનું જેને દર્શન-સ્પર્શન થાય તેની ભૂતલ ઉપર સ્થિતિ ફરી સંભવતી જ નથી. એટલે કે તેને જન્મ જન્માંતર હોઇ શકે જ નહીં. પરંતુ પુષ્ટિમાર્ગમાં કેવળ ભગવદિચ્છા જ એકમાત્ર પ્રમાણરુપ હોઇ અત્રે બધું જ શકય છે. પ્રભુની ઇચ્છા જે પ્રકારથી જેની સાથે જેવી ક્રીડા કરવાની હોય છે તે પ્રકારથી તેની સાથે પોતે તેવી ક્રીડા કરે છે. તેમાં વેદ આદિ નિયામક હોતા નથી. પ્રભુના સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મ ક્રીડાનનાં અનેક દષ્ટાંતો શ્રીમદ્-ભાગવતગીતામાં છે. અત: તેમાંથી કેવળ અહીં એક જ દષ્ટાંત આપી ઉકત વાતને સ્પષ્ટ કરવામાં આવે છે.
રાક્ષસી પૂતના છળ કરીને પ્રભુ પાસે આવી, તેનો આપે તત્કાળ મોક્ષ કર્યો અને ભકત મુચુકુંદને સ્વ્યં દર્શન આપ્યાં છતાં તેનો બીજા જન્મમાં ઉદ્ધાર કર્યો. આ પ્રકારનું પ્રભુનું સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મવાળું ક્રીડન છે. એથી એ સિદ્ધ થાય છે કે પુષ્ટિમાર્ગમાં પ્રભુની ઇચ્છા જ એક માત્ર પ્રમાણ છે.
સિદ્ધાંત અનુસાર ભગવદિચ્છાથી જે જીવો ભૂતલ ઉપર રહ્યાં છે તેમને જન્મ જ્ન્માંતરો પ્રાપ્ત થયા અને ‘સહસ્ત્ર પરિવત્સર’ જેટલો કાળ તેમને પ્રભુથી બિછુરે થયો. તેથી કૃષ્ણ વિયોગ જનિત ‘તાપકલેશાનંદ’નું તેમનામાંથી તિરોધાન થયું, ત્યારે ભગવદિચ્છાથી આ ભૂતલજીવોની શુદ્ધિ શ્રીસ્વામીજી દ્ધારા પ્રભુને આવી, એટલે આપને તો જીવોના ઉદ્ધારનો વિચાર આવ્યો.
આ સમયે આપે નામાત્મક સ્વરુપ વડે લીલા કરી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો કેમ કે રુપ અને નામ એમ બે પ્રકારથી પુષ્ટિમાર્ગમાં આપ સ્થિત થયા છો, રુપલીલા વડે આપે શ્રી ગોપીજનોનો ઉદ્ધાર પૂર્વે કર્યો છે, તેથી દ્રિતીય નામલીલા રુપથી આપે આધુનિક દૈવીજીવોના ઉદ્ધાર્નો સંક્લ્પ કર્યો. ત્યારે નામસ્વરુપના અધિષ્ઠાતાવાકપતિ વૈશ્ર્વાનરને આપે ભૂતલ પ્રકટ થવાની આજ્ઞા આપી, અને વિષ્ણુ અને વ્યાસને પ્રિય એવા ગૂઢાર્થરુપ શ્રીમદ્ ભાગવતના રહસ્યને પ્રકટ કરી તે દ્ધારા જીવોનો ઉદ્ધાર કરવાનો નિર્દેશ કર્યો. આજ્ઞાનુસાર શ્રીમદ્ વલ્લ્ભ ભૂતલ ઉપર પ્રકટ થયા.
શ્રીમદ્ વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા એટલે શ્રીગોવર્ધનધર પણ ત્યાં રહી શકયા નહીં, કેમ કે ઉભયમાં પરસ્પર અતી સ્નેહ છે. અન્ય પ્રકારે અધિષ્ઠાતા દેવ વિના નામ-સ્વરુપની સ્થિતિનો સંભવ નથી, તેથી આપ પોતાના અંતરંગી નિર્ગુણ – કેવળ ભાવરુપ, આનંદરુપ, દૈવીજીવોને લઇ સાક્ષાત નામાત્મક શ્રીમદ્ ભાગવત સ્વરુપ દ્ધાદશાંગવાળા ગોવર્ધનધર શ્રીનાથજીના રુપથી ભૂતલ ઉપર પ્રકટ થયા. આ કેવળ ભાવરુપ દૈવી જીવો ભૂતલના જન્મ જ્ન્માંતરને પ્રાપ્ત થયેલા દૈવી જીવોના આધિદૈવિક સ્વરુપો હતાં. તેમને શ્રીગોવર્ધનધરે બ્રહ્મસંબંધ કરાવવાની આજ્ઞા સમયે શ્રીમદાચાર્યચરણમાં ભવપ્રકારથી સ્થાપ્યા, એટલે એ શ્રીઆચાર્યજીના દ્ધાદશ અંગરુપ સ્વરુપાત્મક થયા. ઐશ્વ્રર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, પ્રકારે ૪૮ સંખ્યાત્મક હતા.
સિદ્ધાંતાનુસાર ગુણ-ગુણીનો અભેદ હોવાથી તે સર્વે નિર્ગુણ સર્વ સામથર્ય રુપ હતા. તદુપરાંત રાજસ, તામસ, અને સાત્વિક ભાવ-ભેદવાળા અંશ-અંશી કોટાનકોટિ જીવોને પણ શ્રીગોવર્ધનધરે શ્રીમદાચાર્યચરણમાં ભાવ-તત્વરુપથી સ્થાપ્યા હતા. તેમને શ્રીમદાચાર્યચરણે પાછળથી શ્રીવિઠ્ઠલેશમાં સ્થાપ્યા હતા, જેમાં ૨૫૨ સગુણ અંશી પ્રકારના ભક્તોનો સમુદ્ધાર પોતે કર્યો. અન્ય અંશાત્મક સગુણ જીવોનો ઉદ્ધાર સ્વવંશ દ્ધારા આજ પર્યંત શ્રીવિઠ્ઠલેશ કરી રહ્યા છે. શ્રીમદાચાર્યચરણમાં સ્થિત આ લીલાસ્થા આધિદૈવિક સ્વરુપો અંગરસ હોવાથી, તેમ જ અંગના ધર્મરુપ રસના આસનો હોઇ, તે તે અંગના આસનના ભાવરુપ પણ છે. એથી પણ રસના સંબધે તેમની નિર્ગુણતા સિદ્ધ થાય છે. એવી રીતે વ્રજચોરાશી કોશમાં પ્રભુની વિશિષ્ટ પ્રકારની એકેએક લીલા સ્થિત હોઇ, તેમ જ અંગના ધર્મરુપ તે લીલાઓ હોઇ તેમની એક એક કોસમાં તે તે અંગીરુપી જીવોની પ્રધન્યતા માની ગઇ છે. એથી ભૂતલસ્થિત ભૌતિકસ્વરુપોનો તેમના જ આધિદૈવિક સ્વરુપો વડે ઉદ્ધાર કરાવી ત્યાં તે તે લીલા માં તેમની સ્થિતિ કરાવી, આ પ્રકારે આધીદૈવિક અને આધિભૌતિક દેવી જીવોના સ્વરુપોને જાણ્યા પછી હવે દેવીજીવોના ઉદ્ધારની પ્રકિયાને કહેવામાં આવે છે.
પુષ્ટિમાર્ગની દેવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયા આ પ્રકારે છે. પ્રથમ તેમને તેના આધિદૈવિક સ્વરુપનો સંબંધ કરાવી તેમને ભગવાન સાથેનો સાક્ષાત સંબંધ યોગ્ય કરવામાં આવે છે કેમ કે આધિદૈવિક ભગવાનનો ભૌતિક પદાર્થો સાથે સાક્ષાત સંબંધ થઇ શકે નહીં. એથી જ ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાતરુપથી વ્રજમાં પ્રાદુભૂર્ત થયા, ત્યારે નિત્ય લીલાના વૃન્દાવન આદિસ્થાનો, શ્રીગિરિરાજજી આદિપર્વતો, અને શ્રીયમુનાજી આદિનદી તેમજ વૃક્ષાદિની સાથે નિત્યસિધ્ધા શ્રીગોપીજનોનાં ભાવાત્મક રુપો જે પ્રભુના સ્વરુપમાં સિદ્ધ હતાં તેમનો તે તે નામરુપ સ્થલ, વ્યકિત આદિમાં તેમના પોતાનાં સ્પર્શ દ્ધારા પ્રવેશ કરાવ્યો હતો. જેથી સમગ્ર વ્રજ વ્યાપી વૈકુંઠ ગોલોક રુપ થયુ, અને તેને ભગવાનના અધિદૈવિક ચરણારવિંદનો સ્પર્શ થયો. ગોપીજનો આદિને પણ ભગવાનનો સાક્ષાત સંબંધ થયો. ત્યારે લીલા દ્ધારા તે સર્વનો સમુદ્ધાર કર્યો. વેણુગીતના સુબોધિની તથા ‘વિદ્ધન્મંડન’ આદિથી આ વાત સિદ્ધ થાય છે એ પ્રક્રિયાને અનુસાર જ શ્રીમદાચાર્યચરણે બ્રહ્મસંબંધનો પ્રકાર યોજયો છે અને તે દ્ધારા તેના આદિદેવિક ભાવરુપનો તેનામાં પ્રવેશ કરાવ્યો છે. ત્યારે જ તે જીવનિર્ગુણ રસમય બ્રહ્મની સેવાનો અધિકારી થઇ શક્યો. તેથી જ આપે સેવામાં ભૌતિક પાંચ દોષોને ન માનવાની માર્મિક આજ્ઞા કરી છે.
એ જ પ્રકારે કૃષ્ણના લીલાત્મક ભૌતિક સ્વરુપદિમાં પણ આચાર્યશ્રી તે તે લીલાના ભાવ સ્થાપન વડે તેમની આધિદેવિક્તાનો પ્રકાશ કરાવી તેમને સાક્ષાત કરી આપે છે. એથી જ અત્રે વૈદિક મૂર્તિ પ્રતિષ્ઠા વિધાનનું સ્થાન જોવામાં આવતું નથી.
એક દિવસ શ્રીગોકુલનાથજી ચોરાસી વૈષ્ણવોની વાર્તા કરતાં કલ્યાણ ભટ્ટ આદિ વૈષ્ણવોની સંગે રસમગ્ન થઇ ગયા. તેથી શ્રીસુબોધિનીજીની કથા કહેવાની સુધી રહી નહીં. તે અર્ધ રાત્રી થઇ ત્યારે એક વૈષ્ણવે શ્રીગોકુલનાથજીને વિનંતી કરી, જે મહારાજાધિરાજ ! આજ કથા ક્યારે કહેશો ! અર્ધરાત્રિ થઇ. ત્યારે શ્રીમુખથી શ્રીગોકુલનાથજીએ કહ્યું, જે આજ કથાનું ફલ કહીએ છીએ, વૈષ્ણવની વાર્તામાં સઘળું ફળ જાણજો. વૈષ્ણ ઉપરાંત બીજો કોઇ પદાર્થ નથી. આ પુષ્ટિમાર્ગ છે તે વૈષ્ણવ દ્ધારા ફ્લિત થશે. શ્રીઆચાર્યજી પણ એ જ કહેતા જે ‘દમલા ! તારા માટે આ માર્ગ પ્રકટ કર્યો છે.’ તેથી વૈષ્ણવની વાર્તા છે તે સર્વોપરિ જાણજો. આ પ્રકારે ચોરાસી વૈષ્ણવ શ્રી આચાર્યજીના નિર્ગુણ પક્ષના મુખિયા જાણવા.
હવે રહ્યા રજ્સી, તામસી, સાત્વિકી. ગુણમય તેમના ઉદ્ધાર્થે શ્રી ગુંસાઇજીએ ચોરસી વૈષ્ણવ રાજસી કર્યા. એ રીતે શરણે લીધા. એ ત્રણે યુથ મળીને બસોબાવન શ્રીગુંસાઇજીના અંગ સંબંધી છે.
આ પ્રકારે શ્રીઆચાર્યજી, શ્રીગુંસાઇજીના સેવકોનો ભાવ રહ્યો.
હવે શ્રી આચાર્યજીના ચોરાસી વૈષ્ણ્વોની વાર્તાઓમાં ગૂઢ આશય શ્રીગોકુલનાથજી કહે છે. ત્યાં શ્રીહરિરાયજી કંઇક ભાવ પ્રકટ કરે છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને જણાવવાને અર્થે.
|